The Contribution of the Banaskantha Region to the National Movement
રાષ્ટ્રીય ચળવળમાં બનાસકાંઠા પ્રદેશનું યોગદાન
DOI:
https://doi.org/10.31305/rrijm.2025.v10.n12.010Keywords:
Banaskantha, National Movement, Civil Disobedience, Quit India Movement, Social UnityAbstract
Between 1920 and 1942, three major national movements—the Non-Cooperation Movement, the Civil Disobedience Movement, and the Quit India Movement—left a deep imprint on the socio-political history of the Banaskantha region. These movements began under the leadership and ideas of Gandhiji, and the people of Banaskantha transformed them into mass movements. The Non-Cooperation Movement (1920–22) brought the first wave of national awakening to the region. Programmes such as khadi, indigenous education, removal of untouchability, and opposition to revenue policies united society. The guidance of local leaders such as Poonamchand Parikh was significant in this process. During the Civil Disobedience struggle (1930–34), local people collectively challenged the British monopoly by carrying out mass actions at the salt pans of the region. Communities such as the Rabari and Bharwad emerged as leaders of the movement. Volunteers from this region also participated in the satyagraha at Viramgam. The Quit India Movement (1942) brought about unprecedented social unity in this region. Under the call of “Do or Die,” all sections such as Rajputs, Patels, Jains, Harijans, Muslims, and others came together. Leaders like Ravishankar Maharaj organized meetings in villages to take the movement to the people. Thus, Banaskantha not only participated in the national movement but also provided an active, organized, and dedicated base for it. The people’s power of this region, in harmony with Gandhiji’s philosophy of non-violence, infused the freedom struggle with new energy and wider reach.
Abstract in Gujarati Language: ૧૯૨૦ થી ૧૯૪૨ના સમયગાળામાં થયેલી ત્રણ મુખ્ય રાષ્ટ્રીય ચળવળો – અસહકાર, સવિનય કાનૂનભંગ અને હિંદછોડો – એ બનાસકાંઠા પ્રદેશના સામાજિક-રાજકીય ઇતિહાસમાં ઊંડી છાપ છોડી છે. આંદોલનોની શરૂઆત ગાંધીજીના વિચારો અને નેતૃત્વથી થઈ અને બનાસકાંઠાની જનતાએ તેને એક જનઆંદોલનનું સ્વરૂપ આપ્યું. અસહકારની ચળવળ (૧૯૨૦-૨૨) દ્વારા પ્રદેશમાં પહેલવહેલી રાષ્ટ્રીય જાગૃતિ આવી. ખાદી, સ્વદેશી શિક્ષણ, અસ્પૃશ્યતા નિવારણ અને મહેસૂલ વિરોધ જેવા કાર્યક્રમોએ સમાજને એકસૂત્રે બાંધ્યો. સ્થાનિક નેતાઓ જેમ કે પૂનમચંદ પરીખનું માર્ગદર્શન અહીં મહત્વપૂર્ણ રહ્યું. સવિનય કાનૂનભંગની લડત (૧૯૩૦-૩૪) દરમ્યાન પ્રદેશના મીઠાના અગરો પર સ્થાનિક લોકોએ સામૂહિક હલ્લો કરી બ્રિટિશ એકાધિકારને સીધો પડકાર આપ્યો. રબારી, ભરવાડ જેવા સમાજો આંદોલનના અગ્રણી બન્યા. વિરમગામના સત્યાગ્રામમાં પણ અહીંના સ્વયંસેવકોએ ભાગ લીધો. હિંદછોડો ચળવળ (૧૯૪૨) એ આ પ્રદેશમાં અભૂતપૂર્વ સામાજિક એકતા સાધી. 'કરેંગે યા મરેંગે'ના આહ્વાન હેઠળ રાજપૂત, પટેલ, જૈન, હરિજન, મુસ્લિમ વગેરે બધા વર્ગો એકજૂથ થયા. રવિશંકર મહારાજ જેવાએ ગામેગામ સભાઓ ભરી આંદોલનને લોકો સુધી પહોંચાડ્યું. આમ, બનાસકાંઠાએ રાષ્ટ્રીય ચળવળમાં માત્ર સહભાગી જ નહીં, પણ એક સક્રિય, સંગઠિત અને નિષ્ઠાવાન કાર્યભૂમિ પૂરી પાડી. અહીંની લોકશક્તિએ ગાંધીજીના અહિંસક દર્શન સાથે મિલન કરીને સ્વાતંત્ર્યસંગ્રામને નવી ઊર્જા અને વ્યાપકતા આપી.
Keywords: બનાસકાંઠા, રાષ્ટ્રીય ચળવળ, સવિનય કાનૂનભંગ, હિંદછોડો આંદોલન, સામાજિક એકતા
References
દેસાઈ, આર. કે., સવિનય કાનૂનભંગની ચળવળ, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, 1988.
દેસાઈ, શાંતિલાલ મ., રાષ્ટ્રનો સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગુજરાત, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, 2014.
ધારૈયા, આર. કે., આધુનિક ભારતનો ઈતિહાસ અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામો, ખંડ-2, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, 1976.
પરીખ, નરહરિ દ્વા., સરદાર વલ્લભભાઈ ભાગ-૨, નવજીવન પ્રકાશન, અમદાવાદ.
બાવીસી, મુગટલાલ પી., અસહકારની ચળવળ, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, 2011.
ભરવાડ, વિનુભાઈ ગગાભાઈ, બનાસકાંઠા જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓ: એક અધ્યયન, અપ્રકાશિત મહાશોધ નિબંધ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, 2020.
મહેતા કે. વી. અને દેસાઈ, આઈ. આઈ., દાંડીયાત્રા, ગુજરાત સરકાર, ગાંધીનગર, 1972.
માવલંકર, ગણેશ વા., અને યાજ્ઞિક, ઈન્દુલાલ ક., 'જાહેર જીવનના સાથી', અમદાવાદ, 1988.
શાસ્ત્રી, હરિપ્રસાદ ગં., પરીખ, પ્રવિણચંદ્ર ચિ., ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ - 9, ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ, 2011.
શુક્લ, જયકુમાર ર., 'હિંદ છોડો' ચળવળ (1942), યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, 2011.
प्रदीप कुमार, आधुनिक भारत का इतिहास, आर्या पब्लिकेशन, दिल्ली, 2011.
Downloads
Published
How to Cite
Issue
Section
License

This work is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License.
This is an open access article under the CC BY-NC-ND license Creative Commons Attribution-Noncommercial 4.0 International (CC BY-NC 4.0).