Balance of Payment of India: An Economic Study
ભારતની લેણદેણની તુલા: એક આર્થિક અભ્યાસ
DOI:
https://doi.org/10.31305/rrijm.2022.v07.i01.004Keywords:
Balance of payment, trade balance, deficit, surplus, imports, exports, international tradeAbstract
The measure of a country's economic growth is its GDP. Similarly, how much it benefits from foreign trade can be reflected by the country's terms of trade and the balance of payment. India has tried to increase foreign trade and foreign investment through its policy of liberalization and globalization. This research paper examines the changes that have taken place in India's balance of payment since 1991. India's trade deficit is much longer. This means that the value of imports is higher than the export value of Indian goods. However, there is surplus in the invisible item. Which is a positive feature of the economy. Foreign exchange earnings have increased, especially through the export of software services. In addition, FDI And portfolio investment is growing. Due to which the shortage of investment in the economy can be overcome. So that the country's high growth rate (GDP) is maintained. However, long-term arrears in the capital account can prove to be risky. The high level of foreign debt is also a matter of concern. In short, the picture of the economy as a whole is very good. However, in the coming years, India will have to increase exports of new industrial items in addition to traditional exports using new technology. So as to increase industrial development and employment in the country. In addition, the bilateral trade deficit with China should be reduced by developing import substitute industries. The policy of "Development through Exports" has to be given more importance by developing export industries.
Abstract in Gujarati Language
કોઈપણ દેશના આર્થિક વિકાસનો માપદંડ એ તે દેશની જી.ડી.પી. વૃદ્ધિ છે. તેવી જ રીતે તેને વિદેશી વેપારથી કેટલો લાભ થાય છે તે દેશની વ્યાપારની શરતો અને લેણદેણની તુલાની સ્થિતિ દ્વારા જાણી શકાય છે. ભારતે ઉદારીકરણ અને વૈશ્વિકરણની નીતિ દ્વારા વિદેશી વ્યાપાર અને વિદેશી મૂડીરોકાણમાં વધારો કરવાનો પ્રયત્ન કર્યો છે. ૧૯૯૧ પછી ભારતની લેણદેણની તુલામાં આવેલા પરિવર્તનોનો અભ્યાસ આ સંશોધન લેખમાં કરવામાં આવ્યો છે.
ભારતની વેપાર તુલનામાં ઘણા લાંબા ગાળાથી ખાધ જોવા મળે છે. એનો એ અર્થ થાય છે કે ભારતની વસ્તુઓની નિકાસ મૂલ્ય કરતા આયાત મૂલ્યનું પ્રમાણ વધારે છે. જોકે અદ્રશ્ય બાબતોમાં પુરાત જોવા મળે છે. જે અર્થતંત્રનું હકારાત્મક લક્ષણ છે. ખાસ કરીને સોફ્ટવેર સેવાઓની નિકાસ દ્વારા વિદેશી ચલણની આવક વધી છે. ઉપરાંત એફ.ડી.આઈ. અને પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ વધતું ગયું છે. જેના કારણે અર્થતંત્રમાં મૂડીરોકાણની અછત દૂર કરી શકાય છે. જેથી દેશનો ઊંચો વિકાસ દર (GDP) જાળવી શકાયો છે. જોકે મૂડી ખાતામાં લાંબાગાળાની પુરાત જોખમી પુરવાર થઈ શકે છે. વળી વિદેશી દેવાનું ઊંચું પ્રમાણ એ પણ એક ચિંતાનો વિષય છે. ટૂંકમાં સમગ્ર અર્થતંત્રનું ચિત્ર ખૂબ જ સારું ગણાય છે. છતાં ભારતે આવનારા વર્ષોમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને પરંપરાગત નિકાસ ઉપરાંત નવી ઔદ્યોગિક વસ્તુઓની નિકાસ વધારવી પડશે. જેથી દેશમાં ઔદ્યોગિક વિકાસ અને રોજગારીમાં વધારો થઇ શકે. ઉપરાંત આયાત આવેજી ઉદ્યોગોનો વિકાસ કરીને ચીન સાથેના દ્વિપક્ષીય વેપારની ખાધ પણ ઘટાડવી જોઈએ. નિકાસી ઉદ્યોગોનો વિકાસ કરીને “નિકાસ દ્વારા વિકાસ”ની નીતિને વધારે મહત્વ આપવું પડશે.
Downloads
Published
How to Cite
Issue
Section
License
This is an open access article under the CC BY-NC-ND license Creative Commons Attribution-Noncommercial 4.0 International (CC BY-NC 4.0).