Sources for learning tribal history of western India (with special reference to Gujarat)
પશ્ચિમ ભારતનો આદિવાસી ઈતિહાસ જાણવાનાં સાધનો (ગુજરાતના વિશેષ સંદર્ભે)
DOI:
https://doi.org/10.31305/rrijm.2023.v08.n06.002Keywords:
West India, Tools, Tribal HistoryAbstract
Thus, tribal research is a topic that touches the entire social science. Especially in subjects such as sociology this tribal research seems to be carried out, but in the last few years there has been a small attempt to do justice to tribal research in history as well. Tribal history can be said to be a beautiful combination of subjects like history and sociology. Historical research has traditionally focused on wars, movements, freedom struggles, kings and kings, but there have been very limited works on adivasis, women, dalits, farmers, etc., who have no history. According to the historian Ranke, "no document, no history", according to which documents continue to be an important capital for the researchers of tribal history. Moreover, it is reinforced by oral history. However, research through the medium of primary and secondary sources strengthens tribal history and liberates it from traditional historiographical conventions. Keeping the same objective in mind, information has been given here about the tribal information tools of Rajasthan, Maharashtra and Gujarat of western India.
Abstract in Gujarati Language:
આમ તો આદિવાસી સંશોધનો એ સમગ્ર સામાજિક વિજ્ઞાનને સ્પર્શતો વિષય છે. ખાસ કરીને સમાજશાસ્ત્ર જેવા વિષયોમાં આ આદિવાસી સંશોધનોને હાથ ધરવામાં આવતો હોય તેવું જણાય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ઈતિહાસ વિષયમાં પણ આદિવાસી સંશોધનોને ન્યાય આપવાનો એક નાનકડો પ્રયાસ શરૂ થયો છે. આદિવાસી ઈતિહાસ એ ઈતિહાસ અને સમાજશાસ્ત્ર જેવા વિષયોનો સુભગ સમન્વય કહી શકાય. ઐતિહાસિક સંશોધનોમાં પરંપરાગત રીતે યુદ્ધો, આંદોલનો, સ્વાતંત્ર્ય સંગ્રામ, રાજા-મહારાજાઓ વગેરેને ધ્યાને લઇ સંશોધનો થતાં રહ્યાં છે, પરંતુ ઈતિહાસવિહોણા એવા આદિવાસીઓ, મહિલાઓ, દલિતો, ખેડૂતો વગેરે પર ઘણાં મર્યાદિત કાર્યો થયાં છે. ઇતિહાસકાર રાંકેના મતે, “દસ્તાવેજ નહી તો ઈતિહાસ નહી” તે મુજબ આદિવાસી ઇતિહાસના શોધકાર્યો માટે દસ્તાવેજ મહત્વની મૂડી ગણવી રહી. વધુમાં તેને મૌખિક ઈતિહાસ બળ તો પૂરું પાડે જ છે. તેમ છતાં પ્રાથમિક અને દ્વિતીય સાધનોના માધ્યમ તરીકે થયેલાં સંશોધનો એ આદિવાસી ઈતિહાસને વધુ મજબુત બનાવે છે તેમજ પરંપરાગત ઈતિહાસલેખનની પરંપરાઓમાંથી મુક્તિ પણ અપાવે છે. આ જ ઉદ્દેશ્યને ધ્યાને લઇ અત્રે પશ્ચિમ ભારતના રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના આદિવાસી માહિતી સાધનો વિશે માહિતી આપવામાં આવી છે.
Keywords: પશ્ચિમ ભારત, સાધનો, આદિવાસી ઈતિહાસ
References
રાજેશ કોઠારી, ૧૮૫૭માં ગુજરાતનું પ્રદાન (બ્રિટીશ ગુજરાતના વિશેષ સંદર્ભમાં), અપ્રકાશિત મહાશોધનિબંધ, (રજી.નં. ૫૫૭૩), ગુજરાત યુનિવર્સીટી, અમદાવાદ, ૨૦૧૨ પૃ.૨૨૬
D.N. Majumdar, Races and Cultures of India, Universal Publishers Ltd., Lucknow, 1944, P.102
હર્ષિદા દવે, આદિવાસી મહિલાઓ અને વિકાસ, યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ, પૃ. ૪૨
હર્ષિદા દવે, વેરિયર એલ્વિન, ગુજરાતી વિશ્વકોશ (એન્સાઈક્લોપીડિયા), (આ લખાણ ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટની વેબસાઈટ (https://gujarativishwakosh.org/) પરથી લીધેલ છે.)
કોરોના મહામારીને કારણે પ્રસ્તુત માહિતી મોહનલાલ સુખડીયા યુનીવર્સીટી, ઉદયપુરના ઈતિહાસ વિષયના પીએચ.ડી.ના વિદ્યાર્થીની રુચિ સોલંકી દ્વ્રારા તા.૦૮/૧૦/૨૦૨૦ ના રોજ ઈ-મેઈલ દ્વારા મેળવેલ છે.
કોવિદ-૧૯ ની પરિસ્થિતિને કારણે પ્રસ્તુત માહિતી ડૉ. શ્રીહરિ રામચંદ્ર થોરવત મેઈલ દ્વારા મેળવવામાં આવી હતી.
ડૉ.અરુણ વાઘેલાની રૂબરૂ મુલાકાત (તા.૧૩ જુલાઈ,૨૦૨૨)ના આધારે
જશવંતભાઈ એ. નાયક, ઉત્તર ગુજરાતના લોકગીતોનું સંપાદન, કેસીજી જર્નલ ઓફ મલ્ટીડીસીપ્લીનરી, ઇસ્યુ-૧૬, ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૬, પૃ.૩
કનુભાઈ પરમાર, ગુજરાતના આદિવાસીઓમાં સામાજિક પરિવર્તન (૧૯૨૦-૧૯૪૭), અપ્રકાશિત મહાશોધનિબંધ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ૨૦૨૧, પૃ.૨
એજન, પૃ.૩
અરુણ વાઘેલા, પૂર્વોક્ત(૩), પૃ.૧૯
જે.કે.દવે, ભારતીય સમાજ અંગેના પરિપ્રેક્ષ્યો, અનડા બુક ડીપો, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૯, પૃ.૧૬૩-૧૬૪
શોધગંગા વેબસાઈટ (https://shodhganga.inflibnet.ac.in/) તેમજ વિવિધ ગ્રંથાલયોની રૂબરૂ મુલાકાતને આધારે.
Downloads
Published
How to Cite
Issue
Section
License
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License.
This is an open access article under the CC BY-NC-ND license Creative Commons Attribution-Noncommercial 4.0 International (CC BY-NC 4.0).