A study of the effect of weight training on athletes' agility
વજન તાલીમ દ્વારા ખેલાડીઓની ચપળતા પર થતી અસરનો અભ્યાસ
DOI:
https://doi.org/10.31305/rrijm.2024.v09.n07.007Keywords:
Athletes, Physical Education, Sports ScienceAbstract
The purpose of this research study was to study the effect of weight training on athletes' agility. This research study was limited to athletes from physical education and sports science disciplines. This research study was conducted for the age group of 18 to 22 years. Only brothers were selected as subjects in this research study. 60 players were selected in this research study. In this research study, 20 athletes were divided into three groups namely weight load, 20 athletes’ frequency and 20 athletes a control group. Standard of measurement Agility was measured by shuttle run test. Analysis of variance, covariance (ANCOVA) was applied to the data obtained from two experimental groups and one control group and differences between means were tested with LSD post hoc test at 0.05 level of significance. The conclusion of which was seen as follows. A significant improvement was observed in the agility test of subjects selected from the 08-week weight training and weight frequency training program of the methodology.
Abstract in Gujarati Language: આ સંશોધન અભ્યાસનો હેતુ વજન તાલીમ દ્વારા ખેલાડીઓની ચપળતા પર થતી અસરનો અભ્યાસ કરવાનો હતો. આ સંશોધન અભ્યાસ શારીરિક શિક્ષણ અને રમત વિજ્ઞાન વિદ્યાશાખાના ખેલાડીઓ પુરતો હતો. આ સંશોધન અભ્યાસ 18 થી 22 વર્ષની વય જુથ પુરતો રાખવામાં આવ્યો હતો. આ સંશોધન અભ્યાસમાં વિષયપાત્રો તરીકે માત્ર ભાઈઓને જ પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં 60 ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં 20 ખેલાડીઓને વજન ભારણ, 20 ખેલાડીઓને આવર્તન અને 20 ખેલાડીઓને નિયંત્રિત જૂથમાં એમ ત્રણ જૂથમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. માપનના ધોરણમાં ચપળતાનું માપન શટલ રન કસોટી દ્વારા કરવામાં આવ્યું હતું. બે પ્રાયોગિક જૂથો અને એક નિયંત્રિત જૂથની પ્રાપ્ત કરેલ માહિતી પર વિચરણ, સહવિચરણ પૃથક્કરણ (ANCOVA) લાગુ પાડી મધ્યકો વચ્ચેના તફાવતોને LSD પોસ્ટ હોક કસોટી લાગુ પાડી 0.05 કક્ષાએ સાર્થકતા ચકાસવામાં આવી હતી. જેનું તારણ આ પ્રમાણે જોવા મળ્યું હતું. પદ્ધત્તિસરના 08 અઠવાડિયાના વજન ભારણ તાલીમ અને વજન આવર્તન તાલીમ કાર્યક્રમથી પસંદ થતા વિષયપાત્રોના ચપળતા કસોટીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.
Keywords: રમતવીરો, શારીરિક શિક્ષણ, રમત વિજ્ઞાન
References
પટેલ, કાન્તિભાઈ રા., રમત તાલીમના વૈજ્ઞાનિક સિદ્ધાંતો, પ્રથમ આવૃત્તિ; ગાંધીનગરઃ રમા પ્રકાશન, 2001.
વર્મા, પ્રકાશ જે., એ ટેક્ષબુક ઓન સ્પોર્ટસ સ્ટેટેસ્ટીક્સ, ગ્વાલિયર: વિનસ પબ્લિકેશન, 2000.
શુક્લ, ભાસ્કર અ., રમત-ગમત પરિચય અને ઉપયોગીતા, અમદાવાદઃ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, 6, 1997.
સાવલિયા, જમનાદાસ, સોની, જતીનકુમાર, સાવલિયા, જગદીશ, રમતવિજ્ઞાન, પ્રથમ આવૃત્તિ; પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ, 2006.
શર્મા. આર. કે., રમત પ્રશિક્ષણના વૈજ્ઞાનિક સિદ્ધાંતો. પ્રથમ આવૃત્તિ; નવી દિલ્હીઃ, ક્રિડા સાહિત્ય પ્રકાશન, 100, તિલક ખંડ, ગિરીનગર, કાલકાજી-110019, 2000.
સાવલિયા, જમનાદાસ, સોની, જતીનકુમાર, સાવલિયા. જગદીશ, રમતવિજ્ઞાન. પ્રથમ આવૃત્તિ; પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ, 2006.
Downloads
Published
How to Cite
Issue
Section
License
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License.
This is an open access article under the CC BY-NC-ND license Creative Commons Attribution-Noncommercial 4.0 International (CC BY-NC 4.0).