A Depiction of the Psychological Emotions of Women’s Lives as Portrayed in “The Fourth Leaf of the Bilipatra”
‘બીલીપત્રનું ચોથું પાન’માં આલેખાયેલ નારીજીવનનાં મનોભાવોનું આલેખન
Keywords:
Life, problems, psychological emotions,, struggle, from self to collective,, diligence, efficiencyAbstract
Varsha Adalja’s short story collection “The Fourth Leaf of the Bilipatra” includes twenty-two short stories. Among them, the story “Navlakhu Moti,” which portrays women’s lives, their problems, and their psychological emotions, points toward the realities of life and the moments scattered around it. A new perspective of expanding from the “self” to the “collective” is presented, and the innocent, emotional Ketaki is found as a sister-like Navlakhu Moti. On the other hand, Ketaki, suffering from blood disorder and living in an ashram after being abandoned by her relatives, finds a new home, loved ones, and their affection as her Navlakhu Moti. In the story “Bhale Padharya,” the condition of Hirakaki is described, and the diligence, efficiency, punctuality, hard-working nature, and hospitality of Parmasukh Kaka are depicted. Generally, there is a belief that a woman is a woman’s enemy. However, when one observes the many forms of women, this belief sometimes seems false. Something similar is experienced in the case of Sumati and Chandraben in the story “Two Women.” In the story “Feet in the Whirlpool,” Lata’s loyalty toward her family, respect and affection for elders, her gentle nature, life partner, and marriage remain the central themes. The story “The Champa Tree” revolves around a poor student named Pushpa. Due to the inferiority complex in her mind, her behavior becomes a source of ridicule for other students. Kusum’s life in the story “Shiro,” from birth to marriage and beyond, is filled only with scarcity. Even today, many women in rural settings live while enduring such pain, deprivation, suffering, and torment. If this reality is extended to women across Gujarat or India as a whole, it would not seem like an exaggeration. In “Manorama,” Manno’s extreme religious tendencies from childhood, beliefs in superstition, and the constant scolding and admonitions she has to hear from her mother lead to an aversion toward religion, and a lack of meaningful devotion in empty ritualistic practices. In “Incessant Rain,” the long-cherished emotions in Panna’s heart flash forth momentarily and pour down as a continuous shower of affection. With the feeling that what was missing has now been abundantly received, she experiences complete oneness with her husband. “Dreamland” speaks of a modern woman who lives a contemporary life, works a job, cannot marry at the appropriate age due to household responsibilities, yet eventually succumbs to natural feminine impulses, and who struggles to resolve a distinct modern-day problem of a woman. In short, as the author says, this is the story of a journey toward Kanan’s “Dreamland Cinema — a dream city.”
Abstract in Gujarati Language: વર્ષા અડાલજાએ ‘બીલીપત્રનું ચોથું પાન’ વાર્તાસંગ્રહમાં બાવીસ વાર્તાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં સ્ત્રીઓનું જીવન, એની સમસ્યાઓ, મનોભાવોનું આલેખન કરતી ‘નવલખું મોતી’ વાર્તામાં લેખિકા જીવનની વાસ્તવિકતા અને એની આસપાસ વેરાયેલી જીવનની ક્ષણોને નિર્દેશ કરે છે. ‘સ્વ’માંથી ‘સમસ્ત’ માં વિસ્તરવાની નવી દૈષ્ટિ અને ભોળી, લાગણીશીલ કેતકી જેવી બહેન રૂપે નવલખું મોતી મળે છે તો સ્વજનોથી તરછોડાયાને આશ્રમમાં રહેલી રકતપિત્તગ્રસ્ત કેતકીને નવું ઘર, સ્વજનો અને તેમની લાગણીનું ‘નવલખું મોતી’ મળે છે. ‘ભલે પધાર્યા’ વાર્તામાં હીરાકાકીની સ્થિતિનું બયાન, પરમસુખ કાકાની કાર્યશીલતા, કાર્યક્ષમતા, સમયપાલનવૃત્તિ, પરિશ્રમવૃત્તિ, આતિથ્યભાવનું આલેખન થયેલું જોવા મળે છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે. પરંતુ સ્ત્રીનાં કેટ-કેટલાં સ્વરૂપો છે તે જોતા આ માન્યતા કયારેક ખોટી પણ લાગે છે. ‘બે સ્ત્રીઓ’ વાર્તાની સુમતી અને ચંદ્રાબેનની બાબતમાં આવું જ કંઈક અનુભવાય છે. ‘કુંડાળામાં પગ’ વાર્તામાં લતાની કુટુંબ પ્રત્યેની નિષ્ઠા, વડીલો પ્રત્યેનો આદર, લાગણી, ઋજુ સ્વભાવ, જીવનસાથી, લગ્ન કેન્દ્રવિષય રહ્યા છે. ‘ચંપાનું વૃક્ષ’ વાર્તામાં પુષ્પા નામની ગરીબ વિદ્યાર્થીની આસપાસ ગુંથાયેલી છે. તેના મનની લઘુતાગ્રંથિના કારણે થતું તેનું વર્તન અન્ય વિદ્યાર્થીનીઓ માટે મજાકનું કેન્દ્ર બને છે. ‘શીરો’વાર્તાની કુસુમ જન્મથી માંડીને લગ્ન સુધી પછીની જિંદગી ફક્ત અભાવોથી જ ભરેલી છે. ગ્રામ્ય પરિવેશની ઘણી સ્ત્રીઓ આજે પણ આવી પીડા-અભાવો-વેદના-ત્રાસ વેઠીને જીવે છે. આ વાતનું વર્તુળ સમગ્ર ગુજરાત કે ભારતની સ્ત્રીઓને લાગું પાડીને કરીએ તો પણ અતિશયોક્તિ નહીં લાગે. ‘મનોરમા’માં મન્નો નાનપણથી અતિ ધાર્મિકવૃત્તિ આભડછેટની વાતો અને તેના કારણે નાનપણથી મા પાસેથી સાંભળવો પડતો ઠપકો શિખામણના કારણે ધર્મ પ્રત્યે સૂગ, બાની નિરર્થક કર્મકાંડી ભક્તિ વગેરેમાં અભાવ વર્તાય છે. ‘અનરાધાર વરસાદ’માં પન્નાના હૃદયમાં ઝંખેલી સંવેદનાઓ ક્ષણોનો ચમકારો થઈ અનરાધાર સ્નેહની હેલી વરસે છે. જે ખૂંટતું હતું તે ભરપૂર મળી ચૂકવાના અહેસાસ સાથે પતિનું પૂરેપૂરું તાદાત્મ્ય અનુભવે છે. ‘ડ્રિમલેન્ડ’માં આધુનિક જીવન જીવતી, નોકરી કરતી, ઘરની જવાબદારીને કારણે યોગ્ય ઉંમરે ન પરણી શકતી છતાં સ્ત્રી તરીકેના કુદરતી આવેગો સામે હારી જતી સ્ત્રીની, આધુનિક જીવનની એક જુદી જ સમસ્યાને હલ કરવામાં મુંઝાયેલી સ્ત્રીની વાત છે. ટૂંકમાં લેખિકા કહે છે તેમ કાનનની “ડ્રિમલેન્ડ સિનેમા એક સ્વપ્નનગરી' તરફની સફરની આ વાત છે.”
Keywords: જીવન, સમસ્યા, મનોભાવો, સંઘર્ષ, સ્વમાંથી સમસ્ત, કાર્યશીલતા, કાર્યક્ષમતા
References
[1] વર્ષા અડાલજા, ‘બિલીપત્રનું ચોથું પાન’,વર્ષ : ૧૯૯૪, પૃ. ૫.
[2] એજન, પૃ. ૩૭.
[3] એજન, પૃ. ૩૯.
[4] એજન, પૃ. ૫૮.
[5] હિમાંશી શેલત,‘ગુજરાતી કથાસાહિત્યમાં નારી ચેતના’, પૃ.૪૦
[6] એજન, પૃ. ૬૦.
[7] હિમાંશી શેલત,‘ગુજરાતી કથાસાહિત્યમાં નારી ચેતના’, પૃ.૪૫.
[8] ભાનુમતી શાહ, ‘સ્ત્રી સંસ્કૃતિની આધારશીલા’, પૃ. ૯૫.
[9] વર્ષા અડાલજા,‘બિલીપત્રનું ચોથું પાન’,વર્ષ : ૧૯૯૪, પૃ. ૧૬૫.
[10] હિમાંશી શેલત, ‘આધુનિક અને નારીવાદ’, પૃ. ૯૨.
[11] દિપાસિંઘ, સૌરાષ્ટ્ર કચ્છની સ્ત્રી સંસ્થાઓના કો-ઓર્ડિનેટર,’ગુજરાત સમાચાર’ તા. ૧-૧૨-૦૪
[12] વર્ષા અડાલજા, ‘બિલીપત્રનું ચોથું પાન’, વર્ષ : ૧૯૯૪ પૃ. ૧૦૧.
[13] હિમાંશી શેલત,‘ગુજરાતી કથાસાહિત્યમાં નારી ચેતના’,પૃ.૩૯
[14] વર્ષા અડાલજા, ‘બિલીપત્રનું ચોથું પાન’, વર્ષ : ૧૯૯૪, પૃ. ૧૯૬.
[15] એજન, પૃ. ૨૧૨
[16] એજન, પૃ. ૨૧૯.
[17] એજન, પૃ. ૨૨૦.
[18] વર્ષા અડાલજા,‘બિલી પત્રનું ચોથું પાન’ની પ્રસ્તાવનામાંથી, વર્ષ : ૧૯૯૪,પૃ. ૬.