A New Artistic Perspective on Women’s Empowerment: Lapata Ladies (Movie)
નારી સશક્તિકરણનો કલામય નવોન્મેષ: લાપતા લેડીઝ (ફિલ્મ)
Keywords:
Women’s Empowerment, Self-confidence, Self-respect, Social ChangeAbstract
Historically, the position of women in Indian society has been defined within the frameworks of family, marriage, and social traditions. Under the influence of the patriarchal system, women have not been recognized as independent individuals; instead, their identity has largely remained confined to relational roles such as wife, daughter, daughter-in-law, or mother. As a result, women’s personal desires, dreams, and self-expression have often been restricted over time. Such social structures have kept women psychologically dependent and in a submissive state. In modern times, literature, cinema, and other art forms have challenged this traditional mindset, presenting a new sensibility of women’s empowerment. Women are now portrayed not merely as patient or tolerant figures, but as thoughtful, questioning, and self-reliant personalities. Indian cinema has also seen attempts to sensitively depict women’s inner struggles, the quest for identity, and mental liberation. In this context, Kiran Rao’s directed film Lapata Ladies presents a new and humanistic perspective on women’s empowerment. The film illustrates the development of a woman’s self-confidence and self-respect through small life experiences, dialogues, and decisions. Here, women’s empowerment is not expressed as aggressive activism or sloganistic rhetoric, but as a natural, internal process, reflecting the changing place of women in society.
Abstract in Gujarati Language: ભારતીય સમાજમાં નારીનું સ્થાન ઐતિહાસિક રીતે કુટુંબ, લગ્ન અને સામાજિક પરંપરાઓના માળખામાં નિર્ધારિત રહ્યું છે. પિતૃસત્તાક વ્યવસ્થાના પ્રભાવ હેઠળ સ્ત્રીને સ્વતંત્ર અસ્તિત્વ તરીકે માન્યતા મળવાની જગ્યાએ, તેની ઓળખ મુખ્યત્વે પત્ની, પુત્રી, વહુ કે માતા જેવા સંબંધાત્મક સંદર્ભોમાં સીમિત રહી છે.પરિણામે સ્ત્રીની વ્યક્તિગત ઇચ્છાઓ, સ્વપ્નો અને આત્મઅભિવ્યક્તિ સમયના પ્રવાહમાં સંકુચિત થતી રહી છે. આવી સામાજિક રચનાએ સ્ત્રીને માનસિક રીતે નિર્ભર અને સ્વીકારભાવની સ્થિતિમાં રાખી છે. આધુનિક સમયમાં સાહિત્ય, સિનેમા અને અન્ય કલારૂપોએ આ પરંપરાગત વિચારસરણીને પડકારતા નારી સશક્તિકરણની નવી સંવેદના રજૂ કરી છે. આ સંદર્ભમાં સ્ત્રી હવે માત્ર સહનશીલ પાત્ર તરીકે નહીં, પરંતુ વિચારશીલ, પ્રશ્નકર્તા અને આત્મનિર્ભર વ્યક્તિત્વ તરીકે પ્રગટ થાય છે. ભારતીય સિનેમામાં પણ એવા પ્રયત્નો જોવા મળે છે, જેમાં સ્ત્રીના આંતરિક સંઘર્ષ, ઓળખની શોધ અને માનસિક મુક્તિને સંવેદનશીલ રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ સંદર્ભમાં કિરણ રાવ દિગ્દર્શિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’ નારી સશક્તિકરણનો એક નવો અને માનવીય ઉન્મેષ પ્રસ્તુત કરે છે. ફિલ્મ સ્ત્રીના જીવનમાં થતાં નાનાં અનુભવો, સંવાદો અને નિર્ણયો દ્વારા તેના આત્મવિશ્વાસ અને આત્મસન્માનના વિકાસને રજૂ કરે છે. અહીં નારી સશક્તિકરણ કોઈ ઉગ્ર બળવાખોરી કે સૂત્રાત્મક નારા રૂપે નહીં, પરંતુ સહજ અને આંતરિક પ્રક્રિયા તરીકે વ્યક્ત થાય છે, જે સમાજમાં નારીના બદલાતા સ્થાનને સ્પષ્ટ કરે છે.
Keywords: નારી સશક્તિકરણ, આત્મવિશ્વાસ, આત્મસન્માન, સામાજિક બદલાવ
References
[1] નેટફ્લિક્સ
[2] ગૂગલ વિકિપીડિયા