Women’s Representation in Gujarati Literature
ગુજરાતી સાહિત્યકલામાં નારી આલેખન
Keywords:
Literature, Women, Struggle, Life, Status of Women in Society, Various Forms of Women, Problems of Women’s Lives, Customs, OppressionAbstract
Literature and society complement each other. Therefore, the changing status of women in society can be reflected in literature. Likewise, literature contributes to the transformation of women’s position in society within its artistic domain. Thus, literature captures the evolving image of society and the changing portrayal of women in a creative manner. This study focuses on women in literature, highlighting that in all forms of Gujarati literature, women have been represented. Only a few references are mentioned here to draw attention to this aspect. Even from these references, one can easily understand how comprehensively women have been depicted in Gujarati literature. Over time, the position of women in literature has been presented differently in various eras. At times, women have been praised, while at other times, they have been considered inferior and criticized. On one side, women are revered as powerful goddesses, saying “Nari, you are Narayani.” On the other side, they are depicted as weak, saying “Where the daughter goes, the cow follows.” Women were often compared to burdens like snakes or water. In Manusmriti, it is mentioned:
"Father protects in childhood, husband protects in youth;
Sons protect in old age, the woman is not entitled to independence." (9-3)
According to this, women should not enjoy independence in any sphere of life; in childhood under the father’s strict control, after marriage under the husband, and after widowhood under the son. The saying “A woman’s intellect is like the water underfoot” was prevalent. In the Aitareya Brahmanagranth, it is said:
"The ideal woman is one who pleases her husband, bears children, and does not speak against her husband."
Abstract in Gujarati Language: સાહિત્ય અને સમાજ એકબીજાના પૂરક છે. તેથી જ સમાજમાં બદલાતી નારીની સ્થિતિનું પ્રતિબિંબ સાહિત્યમાં જોઈ શકાય છે. એ જ રીતે સમાજમાં નારીની સ્થિતિ બદલવાનું કામ સાહિત્ય પોતાનાં કલાકીય દાયરામાં રહીને કરતું હોય છે. આમ સાહિત્યમાં બદલાતા સમાજની છબિ અને બદલાતા સમાજની સ્ત્રીઓની છબીઓ કલાત્મક રીતે સ્થાન પામે છે. અહી સાહિત્યને કેન્દ્રમાં રાખીને નારીની ચર્ચા કરવામાં આવી છે. ગુજરાતી સાહિત્યનાં બધાં જ સ્વરૂપોમાં નારીનું આલેખન થયું છે. અહી માત્ર કેટલાંક ઉલ્લેખોથી જ એ તરફ ધ્યાન દોરવા પ્રયાસ કર્યો છે. માત્ર ઉલ્લેખોમાં પણ આટલું વૈવિધ્ય હોય તો ગુજરાતી સાહિત્યમાં નારી કેવી ભાતીગળ રીતે ઝીલાઈ હશે, તે આ ચર્ચા પરથી સહજ સમજી શકાશે. આપણે ત્યાં સાહિત્યમાં યુગે યુગે સ્ત્રીઓનું સ્થાન અલગ અલગ રીતે પ્રગટ થતું રહ્યું છે. એમાં ક્યારેક સ્ત્રીની વંદના કરવામાં આવી છે, તો ક્યારેક એને સાવ નિમ્ન કક્ષાની માનીને તેને હીન ગણીને તેની ધૃણા પણ કરવામાં આવી છે. એક બાજુ ‘નારી તું નારાયણી’ કહીને એને શક્તિરૂપા દેવી માનવામાં આવે છે. તો બીજી બાજુ ‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’ એમ કહીને તેને નિર્બળ કહેવામાં આવે છે. દીકરીને સાપનો ભારો, પાણો વગેરે જેવી ઉપમા આપીને બોઝરૂપ બતાવવામાં આવતી. ‘મનુસ્મૃતિ’માં મનુએ જણાવ્યું છે કે,
પિતા રક્ષતિ કૌમારે, ભર્તા રક્ષતિ યૌવને !
રક્ષન્તિ સ્થવિરે પુત્રા, ન સ્ત્રી સ્વાતંત્ર્યમર્હતિ ! (૯-૩)
જીવનના કોઈ ક્ષેત્રમાં નારીને સ્વતંત્રતા મળવી જોઈએ નહિ, બાળપણમાં નારીને પિતાના, લગ્ન પછી પતિના અને વિધવા થયા પછી પુત્રના કઠોર નિયંત્રણમાં રાખવી જોઈએ. ‘સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ’ એવી કહેવત આપણે ત્યાં પ્રચલિત હતી. તો ‘ઐતરેય બ્રાહ્મણગ્રંથ’માં એમ કહેવામાં આવ્યું છે કે,
જે સ્ત્રી પતિને સંતુષ્ટ કરે, પુત્ર સંતાનને જન્મ આપે,
અને પતિની સામે ન બોલે તે ઉત્તમ.”
Keywords: સાહિત્ય, નારી, સંઘર્ષ, જીવન, સમાજમાં સ્ત્રીની સ્થિતિ, નારીના વિવિધ રૂપો, સ્ત્રી જીવનની સમસ્યાઓ, કુરિવાજો, દુષણો
References
[1] ‘શતરૂપા’ -સં. શરીફા વીજળીવાળા; પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય; પુનર્મુદ્રણ : મે ૨૦૧૧
[2] ‘સાહિત્ય સમાજનો આયનો’ -મીનલ દવે; પ્રકાશક : અરુણોદય પ્રકાશન; પ્રથમ આવૃત્તિ : મે ૨૦૧૭
[3] ‘આધુનિકોત્તર સાહિત્ય’ -સુધા પંડયા
[4] ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન – અનંતરાય રાવળ; પ્રકાશક :ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય; પુનર્મુદ્રણ : ૨૦૦૭
[5] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૩; પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ; આવૃત્તિ : ૨૦૧૧
[6] ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ-૪; પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ; આવૃત્તિ : ૨૦૧૧
[7] શેષનાં કાવ્યો – રામનારાયણ વિ. પાઠક; પ્રકાશક : ગૂર્જર પ્રકાશન; પુનર્મુદ્રણ : ૨૦૧૨
[8] વિનોદિની નીલકંઠની સાહિત્ય સૃષ્ટિ ખંડ ૧; પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી; આવૃત્તિ : ૨૦૦૭
[9] પરબ : ઉમાશંકર જોશી કાવ્યાસ્વાદ વિશેષાંક ૨૦૧૧; પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
[10] પરબ : નારીવાદી વિશેષાંક -જુલાઈ ૧૯૯૦; ગુજરાતી સાહિત્ય પરિષદ