Female Writers of Indian Languages and Feminism
ભારતીય ભાષાના મહિલા સર્જકો અને નારીવાદ
Keywords:
Feminism, Female writers of Indian languages, Female writers of Gujarati language, Modern era female writersAbstract
The present article provides a brief overview of female writers in Gujarati literature. In the early stages of history, female characters were mainly created from a male perspective; however, when women began to write, a distinct new image emerged in literature. Female writers of Gujarat addressed topics such as women’s independence, along with home, society, marriage, and motherhood, challenging traditional literary norms. By stepping outside the boundaries of conventional social structures, modern female writers presented feminism not only as a concept but as a lived experience. In the literature of female writers, alongside women’s sufferings, there also exist their strength, rebellion against oppression, and dreams of liberation. This literature serves not only women but society as a whole. Feminist literature by Gujarati female writers makes a significant contribution toward making society more humane and sensitive. These writers also play the role of a mirror, sometimes harsh but necessary, reflecting social realities. The core of feminism is the right of women to independence, self-determination, and creativity. This is why Virginia Woolf writes in her book A Room of One’s Own that “there is no lock that can imprison my mind.”
Abstract in Gujarati Language: પ્રસ્તુત લેખમાં ગુજરાતી સાહિત્યના મહિલા સર્જકો વિશે ટૂંકી માહિતી આપવામાં આવી છે. ઇતિહાસના આરંભે સ્ત્રીપાત્રો મુખ્યત્વે પુરૂષદ્રષ્ટિથી રચાયાં; પરંતુ જે સમયે મહિલાઓ લખવા લાગી ત્યારે સાહિત્યમાં એક અલગ ચિત્ર ઉભરાઈ આવ્યું. ગુજરાતના મહિલા સર્જકોએ સ્ત્રીની સ્વતંત્રતા જેવા વિષયો સાથે ઘર, સમાજ, લગ્ન, માતૃત્વ વગેરે જેવા વિષયો પર પણ કલમનો પડકાર ફેંક્યો. પરંપરાગત સમાજ વ્યવસ્થામાંથી સ્ત્રી બહાર નીકળી, જેમાં આધુનિક મહિલા સર્જકો દ્વારા નારીવાદને માત્ર વિચારરૂપે નહીં,પણ જીવનના અનુભવ તરીકે રજૂ કર્યો. મહિલા સર્જકોનાં સાહિત્યમાં સ્ત્રીની પીડા સાથે તેની શક્તિ અને બંધન સાથે વિદ્રોહ અને મુક્તિનાં સ્વપ્નો પણ અસ્તિત્વ ધરાવે છે. આ સાહિત્ય ફક્ત સ્ત્રીઓ માટે જ નહીં; પરંતુ સમગ્ર સમાજ માટે દીવાનું કામ કરે છે.ગુજરાતના મહિલા સર્જકોનું નારીવાદી સાહિત્ય સમાજને વધુ માનવીય અને સંવેદનશીલ બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. કડવો પણ જરૂરી એવો અરીસો સમાજને બતાવવાનું કામ પણ આ મહિલા સર્જકો દ્વારા જ થાય છે. સ્ત્રીની સ્વતંત્રતા, આત્મનિર્ણય અને સર્જનાત્મકતાનો અધિકાર એ નારીવાદનું મુખ્ય કેન્દ્રબિંદુ છે. આથી જ વર્જિનિયા વૂલ્ફ પોતાના પુસ્તક 'A Room Of One Own's માં લખે છે કે 'એવું કોઈ તાળું નથી કે જેથી તું મારા મગજને કેદ કરી શકે'.
Keywords: નારીવાદ, ભારતીય ભાષાના મહિલા સર્જકો, ગુજરાતી ભાષાના મહિલા સર્જકો, આધુનિક યુગના મહિલા સર્જકો
References
[1] વીજળીવાળા,શરીફા.સંપા. શતરૂપા. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. અમદાવાદ. 2021
[2] મચ્છર, કલ્પના. નારી અને સર્જક ચેતના. જ્ઞાન મંદિર પ્રકાશન. 2013
[3] મહેતા, હિના, પ્રતીક. 1940 પછીની સામાજિક નવલકથાઓમાં નારીવિભાવના. નવભારત સાહિત્ય મંદિર. અમદાવાદ. 2008
[4] પંડ્યા,ઉર્વશી,મનુપ્રસાદ. નારીવાદ વિભાવના અને વિમર્શ. પાર્શ્વ પબ્લિકેશન. અમદાવાદ. 2008